ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, તમામ મુસાફરોના મોત
ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું.
Trending Photos
દુબઈ: ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં. જેમાંથી 176 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું. છેલ્લે મળતી માહિતી મુજબ આ વિમાનમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા છે.
#Breaking First footage of the Ukrainian airplane while on fire falling near #Tehran pic.twitter.com/kGxnBb7f1q
— Ali Hashem علي هاشم (@alihashem_tv) January 8, 2020
આ દુર્ઘટના પાછળનું કારણ જો કે હજુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી. પરંતુ નોંધનીય છે કે આજે ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો વરસાવી. આ હુમલા બાદ તાઈવાન એર અને ચીને ઈરાન તથા ઈરાકથી પોતાના વિમાનોની અવરજવરને રોકી દીધી છે. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું કે યુક્રેનનું પ્લેન 176 મુસાફરો અને ક્રુ મેમ્બર્સ સાથે ઉડાણ ભરતા જ એરપોર્ટ નજીક ક્રેશ થઈ ગયું.
#UPDATE State news agency IRNA says 167 passengers and nine crew boarded the Boeing 737, with Ukrainian President Volodymyr Zelensky saying "According to preliminary data, all passengers and crew members are dead" https://t.co/Xr02jCrgrJ pic.twitter.com/TQ0l7q4UZX
— AFP news agency (@AFP) January 8, 2020
જુઓ LIVE TV
મળતી માહિતી મુજબ આ વિમાન યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું હતું. જે ઈરાનના ઈમામ ખુમૈની એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. વિદેશ મંત્રાલયે ઈરાક જતા મુસાફરો માટે એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેમાં લોકોને આ રૂટ પર મુસાફરી કરતા બચવાની સલાહ આપી છે. સરકાર તરફથી ભારતીય એરલાઈનોને કહેવાયું છે કે ગલ્ફ એર રૂટ્સ પર જવાનું ટાળો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે